Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

રાજ્‍યસભાના ભાજપના સભ્‍ય દિનેશ અનાવાડિયાનો જન્‍મદિન

રાજકોટ : રાજ્‍યસભાના ભાજપના સભ્‍ય શ્રી દિનેશ અનાવાડિયાનો જન્‍મ તા. ૨૮ જુલાઇ ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની છે. તેઓ વાણિજ્‍ય સ્‍નાતક છે. યુથ બોર્ડના સભ્‍ય તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી. ડીસા નગરપાલિકાના સભ્‍ય તરીકે રહી ચૂકયા છે. એક સમયે ગુજરાત માર્ગ મકાન નિગમના ડીરેકટર હતા. બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્‍યા છે.

મો. ૯૪૨૬૪ ૦૫૧૧૧ ડીસા

(1:28 pm IST)