Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી બીપીનભાઈ પ્રજાપતિનો જન્મદિવસ

મોરબી, તા.૨૮: મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચના મહામંત્રી બીપીનભાઈ પ્રજાપતિનો આજે તા.૨૮ ના રોજ જન્મદિવસ છે.

હાલમાં બીજી ટર્મમાં મહામંત્રી તરીકેનો કાર્યકાળ તેમણે પૂર્ણ કર્યો છે તદુપરાંત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારાના ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ છે તેમજ ટંકારા તાલુકા ભાજપ બક્ષીપંચના પૂર્વ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ટંકારા પંથકના રાજકીય આગેવાન બીપીનભાઈ પ્રજાપતિ રાજકીય ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. જેમ કે મેડિકલ સહાય દિન વાર્ષિક મૃતદેહની અંતિમવિધિ વિધવા સહાય જરૃરિયાત મંદોને રાશનકિટ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહીને તેમણે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ સારી લોકચાહના પ્રાપ્ત કરે છે.

  રાજકીય અને સામાજિક અગ્રણીઓ બીપીનભાઈને તેમના મોબાઈલ નં.૯૮૨૫૬ ૩૦૭૭૮ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

(1:20 pm IST)