Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

જસદણ યુવા ભાજપના અગ્રણી કાર્તિકભાઈ હુદડનો આજે જન્‍મદિવસ

જસદણ, તા.૨૮: જસદણના યુવા ભાજપ અગ્રણી શ્રી કાર્તિકભાઈ આર. હુદડ નો આજે ૨૯ મો જન્‍મદિવસ છે. તેમણે બી.કોમ.,એલ.એલ.બી.,એલ.એલ.એલ., (કાયદામાં માસ્‍ટર ડિગ્રી ) સુધીનો અભ્‍યાસ પૂર્ણ કરેલ છે તેઓ એડવોકેટ ( ગુજરાત હાઇકોર્ટ ) ઉપરાંત પ્રમુખ રાજકોટ જીલ્લા અખિલ ભારતીય ગોરક્ષા સર્વદલિય સમિતિ - ન્‍યુ દિલ્‍હી અને RSS ( રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ ) માં નાનપણ થી જ શાખા ના કાર્યકર છે અને તેઓ જસદણ તાલુકા અને શહેર માં ૯ વર્ષ ( ૩ ટર્મ ) થી ખૂબ સારી રીતે સંગઠનમાં જવાબદારી નિભાવી છે  જ્‍યારથી ભાજપની સ્‍થાપના થઈ ત્‍યારથી તેઓનું કુટુંબ - પરિવાર ભાજપ સાથે પાયાથી જોડાયેલું છે તેઓ જીવદયા પ્રેમી એટલે કે પશુ-પક્ષી,કૂતરા, ગૌમાતાં જેવા મૂંગા પ્રાણીઓની કાયમી સેવા કરે છે તેઓના જન્‍મદિવસ નિમિત્તે અનેક ધર્મ - સંપ્રદાયોના વડા સાધુ- સંતો અને મુખ્‍યમંત્રી તથા વરિષ્ઠ રાજકીય આગેવાનો અને અધિકારીઓ સહિતનાએ અભિનંદન શુભકામનાઓ પાઠવી છે તેમના જન્‍મદિવસે ૯૦૧૯૩ ૧૧૧૧૧ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(10:09 am IST)