Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

જુનાગઢ યુવા ભાજપના ઉપપ્રમુખ રવિભાઇ રૈયાણીનો જન્મદિન

જૂનાગઢ : યુવા ભાજપ ઉપપ્રમુખ રવિભાઇ રૈયાણીનો આજે ૨૩ મો  આજે જન્મદિવસ છે. તેઓ ૧૮ વર્ષની વયે આધાર ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી સરકારી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બુક, પેન, પેન્સિલ, પેડ, રબર, સ્કેલ જેવી વસ્તુઓની શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્તીર્ણ થયેલા ૪૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે. આ ઉપરાંત રકતદાન કેમ્પ, ગરીબોને ભોજન તથા શિયાળામાં ખુલ્લામાં સુતેલા જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ જેવી સેવાકીય પ્રવૃતિઓ કરે છે. તેમને જન્મદિનની શુભેચ્છાઓ મો. ૮૮૬૬૫૫૬૫૯૨ ઉપર  મળી રહી છે.

(1:06 pm IST)