Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મનિષ ચાંગેલાનો જન્મદિવસઃ વન પ્રવેશ

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી અને ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટના સંગઠન સમિતિના ચેરમેન

રાજકોટઃ રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી, શ્રી પટેલ સેવા સમાજના ટ્રસ્ટી અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાજી)ના સંગઠન સમિતિના ચેરમેનશ્રી મનિષભાઈ ચાંગેલા આજે જિંદગીની સફરમાં વનપ્રવેશ કરી રહ્યાં છે.

રાજકોટ જીલ્લા ભાજપના મીડિયા ઈન્ચાર્જ, ધોરાજી- ઉપલેટા વિધાનસભા બેઠકની ચૂંટણીના ઈન્ચાર્જ, ઉપલેટા- શહેર તાલુકાના પ્રભારી, ધોરાજી- ઉપલેટા ધારાસભા મતવિસ્તારમાં સંગઠનાત્મક જવાબદારી, રાજકોટ જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ, જામકંડોરણા તાલુકાના પ્રભારી, ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા સેલના સદસ્ય, જસદણ- વિંછીયા વિધાનસભા બેઠકની પેટા- ચુંટણીમાં સક્રિયતા તથા તાજેતરમાં મોરબી વિધાનસભા બેઠકની પેટા- ચૂંટણીમાં તેમણે અનેક જવાબદારી નિભાવી છે. અત્યારે તેઓ રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી તરીકે સમગ્ર જીલ્લામાં પક્ષીય સંગઠનને મજબુત કરવાનું ઉત્તરદાયિત્વ સંભાળી રહ્યાં છે.

પાટીદાર સમાજ સાથે સક્રિયતાથી જોડાયેલા મનિષભાઈ ચાંગેલા પોતાની સંગઠન સૂઝ, નિર્ણય શકિત, સમાજની જરૂરિયાત પારખવાની કોઠાસૂઝ તથા નૂતન અભિગમ દ્વારા પાટીદાર સમાજના અનેક કાર્યક્રમોની અગ્રેસર રહ્યાં છે. રાજકોટમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ), શ્રી પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) તથા શ્રી પટેલ પ્રગતિ મંડળ (ફિલ્ડમાર્શલ વાડી) દ્વારા આયોજીત વિધવા સહાય માર્ગદર્શન શિબિર,  ઔદ્યોગિક સેમીનાર સહિતના કાર્યક્રમોમાં સફળતા અપાવવામાં સેતુરૂપ બન્યા છે.

અમદાવાદમાં રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બહુઆયાની કલ્યાણ સંકુલની કામગીરીમાં પણ તેમનું યોગદાન રહ્યું છે. ઊંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાનના કારોબારી સદસ્ય, ગાંઠીલા ઉમિયા માતાજી મંદિરની સંગઠન સમિતિના ચેરમેન, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ)ના સંગઠન સમિતિના ચેરમેનમ, શ્રી પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ)ના ટ્રસ્ટી, શ્રી પટેલ પ્રગતિ મંડળના પદાધિકારી, કડવા પાટીદાર સમાજના સંગઠન અધ્યક્ષ, કડવા પાટીદાર મહિલા સમિતિના પ્રમુખ માર્ગદર્શક એમ અનેક ઉત્તરદાયિત્વ પણ શ્રી મનિષભાઈ ચાંગેલા સંભાળી રહ્યાં છે. ઉપરાંત અમદાવાદની ૮૮ વર્ષ જૂની ગુલબાઈ ટેકરામાં આવેલ કે.પી. વિદ્યાર્થી ભવનમાં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. જીવનયાત્રામાં મો.૯૮૨૫૨ ૯૫૧૩૩, મો.૯૭૧૨૯ ૯૫૧૩૩

(3:10 pm IST)