Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વેરાવળ સીટી પોલીસ ઈન્સ. ડી.ડી. પરમારનો જન્મ દિવસ

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ :. વેરાવળ સીટીના પોલીસ ઈન્સ. ડી.ડી. પરમાર પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીના રોજ તેમની સફળત્તમ જીંદગીના ૩૬ વરસ પૂર્ણ કરી ૩૭માં વરસમાં પ્રવેશ કરી રહેલ છે.

તેઓએ વેરાવળ ચાર્જ સંભાળ્યાને ટૂંકાગાળામાં ૧૪ જેટલા ગુન્હાઓના આરોપીઓને પાસામાં ધકેલ્યા, ઘરફોડ ચોરી કરતી વિવિધ ટોળકીઓને ઝડપવું, રાજકોટ, તાલાલા, ઉના, મેંદરડા સહિત અન્ય પોલીસ સ્ટેશનના ભાગેડુ આરોપીઓને વેરાવળમાંથી શોધી શોધીને વરસો જૂના ગુન્હાઓ ડીટેકટ કર્યા. સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામે તા. ૨૬-૧-૧૯૮૫ના રોજ જન્મેલા તેઓએ એમ.કોેમ. સુધી અભ્યાસ કરી વર્ષ ૨૦૦૬માં કોન્સ્ટેબલ તરીકે પોલીસ દળમાં જોડાયા. ગાંધીનગર, સાબરકાંઠા, કલોલ, એસ.ઓ.જી. ભાવનગર, એ.સી.બી. પોરબંદર, ઈન્ટેલીજન્સ ભાવનગર-અમદાવાદ-સોમનાથ મંદિર સુરક્ષા અને તા. ૭-૭-૨૦થી વેરાવળ સીટીમાં ચાર્જ સંભાળેલ છે.

વિશ્વ મહામારી કોરોના લોકડાઉનમાં તેમણે કાયદાકીય પગલાઓ ભરવાની સાથે શહેરના ચોકમાં પ્રજાજનોને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરાવી લોકજાગૃતિ કરી એટલું જ નહીં જરૂરતમંદ દર્દીઓને દવા લેવા પરેશાની ન થાય તે માટે મદદરૂપ બન્યા તથા વેરાવળ-સોમનાથની જનતા સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે ઠેર ઠેર પત્રિકાઓ વિતરણ કરેલ છે. તેમના જન્મદિને શુભેચ્છાઓનો વરસાદ મો. નં. ૮૯૮૦૭ ૦૮૩૪૫ ઉપર એડવાન્સ થઈ રહેલ છે.

(1:40 pm IST)