Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રાજકોટના એડવોકેટ શ્યામ ગોહિલનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ર૦: સુરેન્દ્રનગર જીલ્લાના ચુડામાં ર૦-૧-૧૯૮૦ના રોજ જન્મેલ શ્રી શ્યામ જે. ગોહિલનો આજે ૪૦મો જન્મ દિવસ છે આજે ૪૦ મુ વર્ષ પુરૂ કરી તેઓ ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લાના અલગ અલગ તાલુકામાં પોલીસ કર્મચારી તરીકે નોકરી કરી ગયેલ તેવા શ્રી જે. જે. ગોહિલના પુત્ર શ્યામ જે. ગોહિલ કે જેઓએ ર૦૦૦ ની સાલમાં સુરેન્દ્રનગરમાં એડવોકેટ એસ. કે. મલેક સાથે પ્રેકટીશની શરૂઆત કરેલ અને ત્યારબાદ ચોટીલાના સીનીયર ધારાશાસ્ત્રી એન. એ. ખાચર સાથે ટુંકા સમયની પ્રેકટીશ કરેલ અને ત્યારબાદ પિતા ર૦૦રમાં રીટાયર્ડ થતા તેઓ રાજકોટમાં સ્થાયી થતા ર૦૦ર માં શ્રી આર. કે. પટેલ એડવોકેટ સાથે પ્રેકટીશ કરેલ અને ત્યારબાદ તેઓએ ર૦૦૬ માં પોતાની સ્વતંત્ર પ્રેકટીશ શરૂ કરેલ અને ત્યારબાદ અત્યાર સુધીમાં તેઓએ ખુબ પ્રગતી કરી કલેઇમ ક્ષેત્રમાં ઘણાજ કેશોનો નીકાલ કરેલ. છેલ્લે ૩૦-૪-ર૦૧૯ના રોજ એક મોટા કલેઇમ કેશમાં રૂ. ૮૯,૦૦,૦૦૦-૦૦ લાખનું જંગી વળતર મેળવી કલેઇમમાં ખુબજ નામના મેળવેલ. તો આવો શ્રી જે. જે. ગોહિલ તથા માતા પ્રભાબેનના પુત્ર શ્રી શ્યામ જે. ગોહિલને તેમના જન્મ દિવસે તેમને જન્મ દિવસની શુભકામના તેમના મો. નં. ૯૯ર૪૪ ૬ર૦૪૦, ૮૪૦૧૬ ૭ર૩રર ઉપર મળી રહી છે. 

(2:47 pm IST)