Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ઉપલેટા વ્રજભુવન હવેલીના મુખ્‍યાજી લલીતપ્રસાદ પુરોહીતનો આજે જન્‍મદિવસ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૨૫: અહીંની ૨૦૦ થી વધુ વર્ષથી વધુ જુની સોની બજારમાં આવેલ અને વૈષ્‍ણવોમાં વર્ષોથી ખુબજ આસ્‍થા અને શ્રધ્‍ધા છે સવારના મંગળા તથા શયન દર્શનમાં કાયમ વૈષ્‍ણોની મોટી ભીડ ઝાંખી કરવા આવે છે તેમજ હિડોળા, જનમાષ્‍ટમી સહિતના ઉત્‍સવોના દર્શનમાં પણ મોટી ભીડ એકઠી જાય છે તેવી અહિંની ખ્‍યાતનામ પુષ્‍ટિમાર્ગીય વ્રજભુવન હવેલીમાં ચાર પેઢીથી સેવા પુજા કરતા મુખ્‍યાજી લલીતપ્રસાદ પુરોહીતનો આજે જન્‍મદિવસ હોય તેમને હવેલીના કાશી બિરાજના વૈષ્‍ણવાચાર્ય પૂ. શ્‍યામમનોહર  મહારાજે આર્શિવાદ આપેલ છે તેમજ પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્‍ય લલીતભાઇ વસોયા, નગરપતી મયુરભાઇ સુવા, તાલુકા ભાજપ પ્રમુખ રમણીકભાઇ લાડાણી, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઇ પાદરીયા, જીલ્લા બેંકના ડીરેકટર હરીભાઇ ઠુંમર (ભોલે) સહકારી આગેવાન વલ્લભભાઇ સખીયા, બાલકૃષ્‍ણ કિર્તન મંડળીના સુરેશભાઇ માંડલીયા, પત્રકાકર જગદીશભાઇ રાઠોડ, કૃષ્‍ણકાંત ચોટાઇ, ભરતભાઇ રાણપરીયા સહીતનાઓએ શુભેચ્‍છા પાઠવેલ છે તેમને શુભેચ્‍જા આપવા માટે તેમના મો.૯૯૯૮૯૫૭૭૮૪ છે.

(12:46 pm IST)