Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

‘સંતૃષ્‍ટિ'ના ભાવેશભાઇ ચેલાણીનો જન્‍મદિન

બમણો આનંદ : દુબઇમાં ભાવેશભાઇનું ‘આઉટ સ્‍ટેન્‍ડિંગ લીડરશીપ એવોર્ડ ઇન્‍ટરનેશનલ- ફ્રેન્‍ચાઇસીંગ' સાથે સન્‍માન

રાજકોટ તા. ૧૩ : લોકપ્રિય બ્રાન્‍ડ સંતુષ્‍ટિના CEO ભાવેશભાઇ ચેલાણીનો આજે જન્‍મ દિવસ છે. સંઘર્ષ કરીને વિશ્વખ્‍યાત બ્રાન્‍ડ સર્જનાર ભાવેશભાઇનો જન્‍મ ૧૩-મે-૧૯૮ર ના દિને થયો હતો.
નમ્રભાવી, સ્‍વપ્રેરિત, સ્‍વ.પ્રારંભિક અને ઉદ્યમી, એવા ભાવેશ ચેલાણી, સંતુષ્‍ટિ શેઇકસ પ્રાઇવેટ લીમીટેડના મેનેજીંગ  ડાયરેકટર અને સી.ઇ.ઓ.છે. તેઓ બહુપરીમાણીય વ્‍યકિતત્‍વ ધરાવે છ.ે
૧૩ વર્ષની વયે મધર ડેયરીમાં કામદાર તરીકે કાર્ય કરી એક વિશાળ ડેયરી સ્‍થાપિત કરવાનું સ્‍વપ્‍ન કંડાર્યુ હતું. શિક્ષણ ક્ષેત્રે નાની વયથીજ કુશળ અને વર્ષોવર્ષ ઉતીર્ણ તેઓ રર વર્ષે સફળ ચાર્ટર્ડ અકાઉન્‍ટન્‍ટ બન્‍યા અને ભારત વર્ષમાં ખ્‍યાતિ પ્રાપ્ત કરી. ત્‍યારબાદ રાષ્‍ટ્રીય અને  આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પોતાના વ્‍યાવસાયિક કૌશલ્‍યતા ઘણી સંસ્‍થાઓને આપી.
તેઓ એક ચિત્રકારનો શોખ ધરાવવાની સાથે સાથે ખૂબ સારા ગાયક પણ છે સંત નિરંકારી મીશનમાં આધ્‍યાત્‍મિક ક્ષેત્રે અને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્‍ડેશન સાથે સામાજિક ક્ષેત્રે તેઓ સમાજમાં વિવિધ ક્ષેત્રે પોતાની સેવાઓ અર્પિત સમર્પિત કરતા હોય છ.ે પોતાની વ્‍યૂહાત્‍મક કુશળતા સાથે પોતાની કંપની થકી ગરવી ગુજરાતનું ગૌરવ  વિશ્વભરમાં ફેલાવવાનું સ્‍વપ્‍ન સેવે છે. રાજકોટની કર્મભૂમિના રૂણી એવા ભાવેશ ચેલાણી માટે માતા-પિતાના આશિર્વાદ અને તેમની મમત્‍વ તેમના માટે સદાય પ્રેરણાષાોત છે. જન્‍મદિને ભાવેશભાઇ (મો.૯૯૦૪૪ ૪૪૪પ૭) પર અભિનંદન વરસી રહ્યા છે. આનંદ બેવડાયો છે.
તાજેતરમાં દુબઇમાં ભાવેશભાઇનું ભવ્‍ય સન્‍માન થયું હતું.
સંતુષ્‍ટિ શબ્‍દ જ્‍યારે કાને પડે ત્‍યારે જ્‍યાં થીક શેઇકમાં થયેલ ક્રાંતિનો નાદ સંભળાય ત્‍યાં ચેલાણી પરિવારની મહેનત અને ખંતનો પણ અચૂક ઉલ્લેખ થાય. ગત સપ્‍તાહ દુબઇ ખાતે યોજાયેલ. ફુડ ૨.૦ ઇન્‍ટરનેશનલ કોન્‍ફેરેન્‍સ કે જેમાં ૬૫થી પણ વધુ દેશના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હાજર હતા. ત્‍યાં સંતુષ્‍ટિ અને ડેઝર્ટીનો બ્રાન્‍ડના એમડી અને સીઇઓ ભાવેશભાઇ ચેલાણીને ‘આઉટસ્‍ટેન્‍ડિંગ લીડરશીપ એવોર્ડ -ઇન્‍ટરનેશનલ ફ્રેચાઇસીંગ'સાથે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ કોન્‍ફેરન્‍સમાં તેઓએ આવનારા સમયના એવા યંગ એન્‍ટરપ્રેનેઉર્સને માર્ગદર્શન આપ્‍યુ હતું. સંતુષ્‍ટિના દુબઇ ખાતે ૩ સ્‍ટોર્સ છે. અને હવે તેઓ યુ.એ.ઇ. સિવાય અન્‍ય દેશોમાં પણ પોતાનો પગ પેસારો કરી રહ્યા છે. રાજકોટ અને ગુજરાત ખાતે આ ખૂબ જ ગૌરવની વાત છે. સંતુષ્‍ટિ જ્‍યાં ગુજરાતમાં પોતાના થીક શેઇક, આઇસક્રીમ, વોફલ જેવા વ્‍યંજનો પીરસે છે. ત્‍યાં હવે પોતાના યુરોપીઅન કોલેબોરશન થકી પિઝા અને ઇટરી કોન્‍સેપકટ લાવી રહ્યુ છે. જેમાં દરેક રો માટેરીયલ્‍સ યુરોપીઅન ઓરિજીન અને યુરોપીઅન પધ્‍ધતિથી બનાવવામાં આવશે. એટલુ જ નહિ પિઝાના સોસ બનાવવા માટેના ટામેટા પણ ઇમ્‍પોર્ટ કરવામાં આવે છે. જેથી એનો ટેસ્‍ટ સચવાય. હાલમાં સંતુષ્‍ટિની ઇન્‍ટરનેશનલ બ્રાન્‍ડ ડેઝર્ટીનાના જુહુ, મુંબઇ ખાતે આઉટલેટનું ઉદ્‌ઘાટન થયું હતું. આવનારા સમયમાં સંતુષ્‍ટિ રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ ખાતે પોતાના આઉટલેટ્‍સ શરૂ કરશે. આંતરરાષ્‍ટ્રીય ધોરણે સંતુષ્‍ટિ સાઉથ આફિક્રા ખાતે પોતાનો પગ  પેસારો કરશે.

 

(3:11 pm IST)