Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વોર્ડનં.૧૭ના કોર્પોરેટર કિર્તિબા રાણાનો જન્મદિવસઃ ૪૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૭ના ભાજપના કોર્પોરેટર કિર્તીબા રાણાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનનાં ૪૦ વર્ષ પુર્ણ કરી ૪૧માં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ શહેર ભાજપ મહિલા મોરચાનાં મંત્રી, કોષોધ્યક્ષ તેમજ શહેર ભાજપના કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી હતી. શ્રી મહીલા કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ તેમજ શ્રી રાજશકિત ક્ષત્રીય મહીલા મંડળના પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે. મહીલાઓ પુરૂષ સમોવડી થાય અને પગભર થાય તેવા આશયથી બહેનો માટે સીવણ કલાસ ચલાવી મહીલા સશકિતકરણને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેમનાં જન્મદિવસે નિમિતે તેમનાં પતિ અનિરૂધ્ધસિંહ, પુત્ર જયરાજસિંહ, સત્યપાલસિંહ સહિતનાં સાથે ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.(મો.૯૬૨૪૬ ૪૭૭૮૯)

(2:37 pm IST)