Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

'વિજય' હી લક્ષ્યઃ તાલુકા પંચાયતના ભૂતપૂર્વ ઉપપ્રમુખનો જન્મદિન

રાજકોટ તા. ૧૮: રાજકોટ તાલુકાના ભાજપ આગેવાન તથા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ ઉપપ્રમુખ વિજયભાઇ દેસાઇનો આજે જન્મદિવસ છે. તેઓને ૪રમું વર્ષ પૂર્ણ થયેલ છે. ખોખડદડના વતની વિજયભાઇ યુવાવયથી ગ્રામ્યજનો તથા ખેડુતોને લગતી સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે. તેઓની આગેવાનીમાં સર્વજ્ઞાતિ સમુહલગ્નો યોજાયેલ છે. ખોડલધામ, ભોજલરામ વગેરે ટ્રસ્ટોમાં સેવા આપેલ છે તથા અનેક સેવાકીય ટ્રસ્ટો સાથે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સંકળાયેલા છે. મો. નં. ૯૮રપ૦ ૩ર૭૩૧ ઉપર તેમના મિત્ર મંડળ તથા સંબંધીતો તરફથી જન્મ દિનની શુભેચ્છાવર્ષા થઇ રહેલ છે.

(11:32 am IST)