Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

''ચારણ કન્યા'' ફેઇમ ચિતલના લોક સાહિત્યકાર કૌશિક દવેનો જન્મદિન

રાજકોટ તા. ૯: અમરેલી જિલ્લાના ચિતલના લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર કૌશિકભાઇ રામકૃષ્ણભાઇ દવેનો આજે જન્મદિવસ છે. કૌશિકભાઇ દવે સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ પરિવારનું ગૌરવ છે. તેઓએ '૧૪ વર્ષની ચારણ કન્યા...'નું અનેક કાર્યક્રમોમાં આબેહુબ ગાયન કરીને અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

લોક સાહિત્યકાર બાલકૃષ્ણભાઇ દવે તેમના મોટા બાપુજી હતા જયારે લોક ગાયક પ્રફુલ દવે તેમના કાકા છે. કૌશિકભાઇ દવેના નાનાભાઇ પંકજભાઇ દવે પણ અમદાવાદમાં લોક સાહિત્ય, ગાયન અને હાસ્ય ક્ષેત્રે ખુબજ મોટું નામ ધરાવે છે. કૌશિકભાઇ દવેને જન્મ દિવસ નિમિતે મો. ૯૪ર૭પ પ૬૯૮૩ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(12:40 pm IST)