Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ભાજપ અગ્રણી-એડવોકેટ જયેશ બોઘરાનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૮ :. રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અને રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ ઉપપ્રમુખ, રા.લો. સંઘના પૂર્વ ડિરેકટર ભાજપ લીગલ સેલના અગ્રણી જયેશભાઈ બોઘરાનો આજે ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮માં વર્ષમાં પ્રવેશ કરતા તેમના જન્મદિન નિમિતે સમગ્ર ભાજપ પરિવાર અને વકીલ પરિવારોમાંથી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે. શ્રી જયેશ બોઘરા રામનગર ગામના છેલ્લા ઘણા વર્ષથી સરપંચ તરીકેનો હોદો ધરાવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ખૂબ જ જાણીતા કાર્યકર છે.

રાજકોટ જીલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર તથા ભાજપ લીગલ સેલના હિતેષભાઈ દવે, ભાસ્કર જસાણી, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલીપભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓએ જયેશભાઈ બોઘરાને જન્મદિનની શુભકામના પાઠવેલ છે.

(3:34 pm IST)