Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર કિર્તીબા રાણાનો આજે જન્‍મદિવસઃ અભિનંદન વર્ષા

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૭ના ભાજપના કોર્પોરેટર કિર્તીબા રાણાનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનનાં ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી, તેઓ શ્રી મહીલા કલ્‍યાણ ટ્રસ્‍ટના પ્રમુખ તેમજ શ્રી રાજશકિત ક્ષત્રીય મહીલા મંડળના પ્રમુખ તરીકે મહીલા ઉત્‍કર્ષની કામગીરી કરી રહયા છે. બહેનો માટે સીવણ કલાસ ચલાવી મહીલા સશકિતકરણને પ્રાધાન્‍ય આપી રહયા છે. કિર્તીબાને અનિરૂધ્‍ધસિંહ, પુત્ર જયરાજસિંહ, સત્‍યપાલસિંહ સહિતના શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.

(3:50 pm IST)