Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વોર્ડ નં. પના યુવા ભાજપના સંજય ચાવડાનો જન્મદિન

રાજકોટ તા. ૧૭ : શહેર વોર્ડ નં. પ ના યુવા ભાજપ અગ્રણી સંજય ચાવડાનો આજે જન્મદિવસ છે. બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઇ એક સામાજીક કાર્યકરની સાથોસાથ સામાજીક ક્ષેત્રે હાલ ખોડીયાર મીત્ર મંડળમાં પણ જવાબદારી સંભાળી રહ્યા છે. સંજય ચાવડા પીઢ ભાજપ અગ્રણી ખીમજીભાઇ મકવાણાના ભાણેજ હોય કોરોના કાળ દરમ્યાન ખીમજીભાઇ મકવાણાના માર્ગદર્શન હેઠળ રાહત રસોડા, રાશનકીટ વિતરણ જેવા સેવાકાર્યોમાં પણ સતત અગ્રેસર રહ્યા હતા. તેમના મો.૯૮રપ૭ ૦૭૦ર૩ ઉપર ઠેર-ઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(4:02 pm IST)