Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

જૈન અગ્રણી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીનો જન્‍મદિવસઃ ૫૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જૈન અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી શ્રી જીતુભાઈ જયંતિલાલ કોઠારીનો આજે જન્‍મદિવસ છે. તેઓ  યશસ્‍વી જીવનના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં  વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ ટ્રાવેલીંગનો શોખ ધરાવે છે. ઈશ્વરભાઈનાં ઘુઘરા તેઓની પ્રિય વાનગી છે. હાલમાં ૭૦- રાજકોટ વિધાનસભાનાં ચુંટણી ઈન્‍ચાર્જ તરીકે સેવા આપી રહ્યા છે.

રીઝલ્‍ટ એડવર્ટાઈઝીંગ પ્રાઈવેટ લીમીટેડ તેમજ જૈનમ નવરાત્રી મહોત્‍સવનાં સફળ સુકાની તેમજ રાજકોટ બિલ્‍ડર એસોસીએશનના કારોબારી સભ્‍ય છે.

જીતુભાઈને તેમના ધર્મપત્‍નિ દિપ્‍તીબેન, તેમજ દિકરી હસ્‍તી તથા મોટાભાઈ ધિમંતભાઈ શ્રીમતી ચાર્મીબેન અને કૌશીકભાઈ, પત્‍ની નિતાબેન કે.કોઠારી તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા અભિનંદનવર્ષા થઈ રહી છે. મો.૯૮૨૫૦ ૭૬૩૧૬

(3:34 pm IST)