Gujarati News

Gujarati News

News of Thursday, 28th September 2023

ડો. એમ. કે. કાદરીનો જન્‍મદીન

ઇદના દિવસે જ ઝુબૈદા કલિનિકને ૩૬ વર્ષ પૂર્ણ

રાજકોટ તા. ર૮: સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ્રખ્‍યાત આધુનિક ખત્‍નાના પ્રણેતા ડો. એમ. કે. કાદરીનો જન્‍મ દિવસ આજે તા. ર૮ના ગુરૂવારે છે. જો કે જોગાનુજોગ આજે પૈગમ્‍બર જયંતિ પણ છે. રાજકોટ જીલ્લા આયુર્વેદ મે. પ્રે. એસો.ના સેક્રેટરી, મુસ્‍લિમ ડોકટર એસો. (કોઠારીયા રોડ) ના પ્રમુખ, ડો. એસો.ના ઉપ પ્રમુખ ત્‍થા સાદાત જમાઅતના પ્રમુખ એવા સેવાભાવી ડો. કાદરીના ઝુબૈદા કલિનિક (હુસેની ચોક, જંગલેશ્‍વર)નો પણ આજે જ ૩૭માં વર્ષમાં પ્રવેશ થયો છે. આ તકે ડો. ભગવાનજી ફળદુ, ડો. સંજય જીવરાજાની, ડો. નરેન્‍દ્ર વિસાણી, ડો. રમેશ શાપરીયા, ડો. રૂકમુદીન કડીવાર સહિતના તબીબોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(6:22 pm IST)