Gujarati News

Gujarati News

News of Wednesday, 27th September 2023

રાજકોટ એમ.એ.સી.પી. બાર એસો.ના પ્રમુખ મનિષભાઇ ખખ્‍ખરનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૭: રાજકોટના અગ્રણી એડવોકેટ તથા એમ.એ.સી.પી. બાર એસો.ના પ્રમુખ તથા રાજકોટ બાર એસો.ના પૂર્વ સેક્રેટરી શ્રી મનિષભાઇ હર્ષદભાઇ ખખ્‍ખર-એડવોકેટનો આજે તા. ર૭-૦૯-ર૦ર૩ ના બુધવાર રોજ જન્‍મ દિવસ છે. તેઓએ સાયન્‍સ ફેકલ્‍ટીમાંથી માઇક્રોબાયોલોજીનો અભ્‍યાસ પૂર્ણ કરી વકીલાતનો અભ્‍યાસ કરેલ અને તેઓએ વકીલાતની શરૂઆત રાજકોટમાં ૧૯૯પ ની સાલથી કરેલ તેઓ રાજકોટ બાર એસો.માં વિવિધ હોદ્દાઓ ઉપર ઘણી વખત ચુંટાય આવેલ છે અને વકીલ આલમમાં તેઓની ખુબ જ લોક ચાહના અને નામના મેળવેલ છે તેમજ તેઓ અલગ અલગ બાર એસો.માં પણ હોદેદાર તરીકે રહીને વકીલો માટે પ્રશંસનીય કામગીરી કરેલ છે.

તેઓએ ર૦૦૪ ની સાલમાં નેશનલ લો કોન્‍ફરન્‍સ તેમજ ર૦૧૬ની સાલમાં લીગલ સેમીનાર તથા તાજેતરમાં એમ.એ.સી.પી. બારના પ્રમુખ તરીકે તેઓએ એમ.એ.સી.પી. બાર અશોશીયેસનના સભ્‍યોની ડિરેકટરીનું વિમોચન કરવામાં આવેલ તેમજ લીગલ સેમીનાર અને એમ.એ.સી.પી. બાર એશોશીયેસનના ૪૦ વર્ષથી વધુ એમ.એ.સી.પી. બારમાં પ્રેકટીસ કરતા એડવોકેટ સીનીયર ધારાશાષાીઓનું ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયમૂર્તિશ્રીઓ દ્વારા મુવમેન્‍ટો આપી સન્‍માનનો ભવ્‍ય કાર્યક્રમ કરવામાં આવેલ. તેઓ લોહાણા સમાજમાં પણ પ્રતિષ્‍ઠિત હોદા ઉપર રહી ચુકેલ છે તેમજ તેઓ રાજકોટની સેશન્‍સ કોર્ટમાં સરકારી વકીલ એડીશ્‍નલ પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે તેમજ મોટર એકસીડન્‍ટ કલેઇમ કેસોમાં પણ પ્રશંસનીય કામગીરી કરેલ છે. તાજેતરમાં જ તેઓની સરકાર દ્વારા સ્‍પે. પબ્‍લીક પ્રોસીકયુટર (સ્‍પે. પી.પી.) તરીકે એ.સી.બી. લાંચ રૂશ્‍વત) ધારાના કેસમાં નિમણુંક થયેલ હોય તેમજ રાજકોટ બાર એસો. સીનીયર જુનીયર વકીલ મિત્રોમાં તેઓ ખુબ જ લોકચાહના ધરાવે છે તેઓ રાજકોટ બાર એસો. તરફથી ઘણા વર્ષોથી ક્રિકેટ રમે છે અને તેમને હુલામણા નામ બુન, કાકા, માસા,ના નામથી પણ ઓળખાય છે. અને તેઓ બહોળી સંખ્‍યામાં મિત્ર વર્તુળ ધરાવે છે. ધારાશાષાી મનીષ એચ. ખખ્‍ખરનો મો. ૯૪ર૭ર રરર૦૪ ઉપર તેઓને વકીલો મિત્રો, સગા સ્‍નેહીઓ દ્વારા આવતી કાલે જન્‍મ દિવસની શુભકામનાઓ પાઠવેલ છે.

(4:46 pm IST)