Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

કે.એન. પટેલ (કનુકાકા)નો જન્‍મદિવસ

રાજકોટઃ બીએસએનએલના કનુકાકા (કે.એન.પટેલ)નો ગઈકાલે જન્‍મદિવસ હતો. તેઓ ૧૯૭૮-૭૯માં વડીયામાં ટેલીફોન ઓપરેટર તરીકે સૌપ્રથમ ડીઓટીમાં જોઈન્‍ટ થયા અને પ્રતિ ઉતર પરીક્ષા આપીને સ્‍ટેપ બાય સ્‍ટેપ પ્રમોશન સાથે રાજકોટમાં જ ડીજીએમ તરીકે નિવૃત થયા.

ઓપરેટર બાદ પ્રથમ પરીક્ષા ઉતિર્ણ કરી ૧૯૮૦માં મુંબઈ શહેરમાં જેઈ તરીકે ટ્રેનીંગ પુરી કરી ત્રણ વર્ષે સુરતમાં ફિલ્‍ડ ટ્રેનીંગ લઈને સીધા રાજકોટ જયુબેલી બાગમાં પોસ્‍ટીંગ થયેલ. ૧૯૯૮ સુધીમાં લગભગ દરેક ક્ષેત્રના અભ્‍યાસ કરી અને તેમનો સહયોગ ડિપાર્ટમેન્‍ટને આપેલ છે. ૧૯૯૮માં સબ ડીવી ઓફીસર તરીકે જામનગર જીલ્લામાં પોસ્‍ટીંગ થયેલ. તેઓ જામનગર જેવા ગીચ સીટીમાં અઘરૂ કેબલનું નેટવર્ક પુરૂ કરવામાં અસંખ્‍ય પોતાનો ફાળો આપેલ. કાલાવડ ગામ અને ગ્રામ્‍યની જવાબદારી આપેલ. ૨૦૦૧માં હોમટાઉન રાજકોટમાં પોસ્‍ટીંગ થયેલ. ૨૦૦૧થી ૨૦૧૨ સુધી ત્રીજુ પ્રમોશન લઈને રાજકોટમાં વિવિધ પોસ્‍ટ (ડીએફ કોમ્‍યુટર) એજીએમ, પીઆર સીટી, એજીએમ જેવા મહત્‍વના ખાતા સંભાળેલ. ૧૦ વર્ષના ટેન્‍વોરમાં ફરી ૨૦૧૨માં વલસાડ ડિસ્‍ટ્રીકટમાં વાપી, સેલવાસ, દમણમાં પોસ્‍ટીંગ થયેલ. કે.એન. પટેલને વાપીમાં વીઆઈએ સૌરાષ્‍ટ્ર એસો. તેમની સેવાની કદર કરી હતી. ફરીથી ૨૦૧૪માં હોમટાઉન રાજકોટમાં પોસ્‍ટીંગની સાથે ધોરાજીમાં ગ્રામ્‍ય તથા સીટીમાં પોસ્‍ટીંગ થયેલ ત્‍યાર પછી રાજકોટ સીટી લોહાનગરમાં ડેપ્‍યુટી જનરલ મેનેજર તરીકે એડમીન લીગલ જનરલ જેવા જવાબદારી વાળા હોદામાં અવિરત કાર્ય કરીને ૨૦૧૮માં નિવૃત થયેલ. મો.૯૪૨૬૯ ૯૮૯૮૯

(11:59 am IST)