Gujarati News

Gujarati News

News of Monday, 25th September 2023

સુરેન્‍દ્રનગર પીજીવીસીએલના ધર્મેન્‍દ્રભાઇ કઠવાડિયાનો ૬૧માં વર્ષમાં પ્રવેશ

વઢવાણ, તા. રપ :  સુરેન્‍દ્રનગર શહેરમાં પીજીવીસીએલ માં ફરજ બજાવતા ધર્મેન્‍દ્રભાઈ ઘનશ્‍યામભાઈ કઠવાડિયા તેમજ સુરેન્‍દ્રનગર યુવા વાણંદ સમાજ ના પ્રમુખ નો આજે જન્‍મદિવસ અવસર છે જેવો ૬૧ માં વર્ષમા પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે પરિવારમાં મોભી સમાન ઉર્મિલાબા તેમજ પત્‍ની ભારતીબેન તેમજ બે પુત્રો સોહીલ અને વિવેક પુત્રવધુઓ હિરલ અને ફાલ્‍ગુનીબેન સહિતના પરિવારજનોએ શુભકામના પાઠવી હતી ત્‍યારે આજના જન્‍મદિવસ અવસરે સુરેન્‍દ્રનગર યુવા વાણંદ સમાજ ના સંસ્‍થાના સ્‍થાપક મહેશભાઈ  હરજીવનદાસ અડાલજા તેમજ ઉપપ્રમુખ દિલીપભાઈ અડાલજા કિશોરભાઈ કંબોયા યોગેશભાઈ અખેજા તેમ જ મુકેશભાઈ કારેલીયા અરુણભાઈ બજાણીયા મહેશભાઈ કંબોયા દામોદરભાઈ ભીંજાળીયા તેમજ વાડીલાલ ચોક ના તોહીજનો અને લલીતભાઈ કંસારા લક્ષ્મણભાઈ સિકંદર ભાઈ વેલકમ ઢોસાવાળા તેમજ પ્રવીણભાઈ રાજકોટ ચટણી ચવાણા વાળા સહિતના વર્તુળો એ શુભકામના પાઠવી હતી.

(12:09 pm IST)