Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રાજકોટ બાર. એસો.ના પૂર્વ હોદ્દેદાર એડવોકેટ સિધ્‍ધરાજસિંહનો જન્‍મદિવસ

રાજકોટઃ બાર એસોસીએશનનાં પૂર્વ હોદ્દેદાર અને ક્ષત્રિય અગ્રણી ધારાશાષાી સિધ્‍ધરાજસિંહજી કે. જાડેજાનો આજે જન્‍મદિવસ છે. રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ હોદ્દોર અને ક્ષત્રિય સમાજનાં અગ્રણી ધારાશાષાી સિધ્‍ધરાજસિંહજી કે. જાડેજાનો જન્‍મ રર-સપ્‍ટેમ્‍બર-૧૯૭ર ના રોજ વાંકાનેર મુકામે થયો હતો. રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી માસ્‍ટર ઓફ લો સુધીનો અભ્‍યાસ કરી સને ૧૯૯૭ ની સાલથી વકીલાતની શરૂઆત કરેલ હતી.

રાજકોટનાં વિવિધ વકીલ મંડળમાં હોદ્દોર તરીકે ચૂંટાયા હતાં અને લબ્‍ધ પ્રતિષ્‍ઠત રાજકોટ બાર એસોસીએશનમાં વિવિધ હોદ્દાઓ ઉપર ચૂંટાઇ આવી વકીલો માટે પ્રશંસનીય અને ઉત્‍કૃષ્‍ઠ કામગીરી કરેલ છે. સિધ્‍ધરાજસિંહજી કે. જાડેજા વિવિધ બેન્‍કોના લીગલ એડવાઇઝર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવે છે. અને ફોજદારી કાયદાના નિષ્‍ણાંત વકીલ તરીકે સમાજમાં ઓળખાય છે. બાપુ'ના હુલામણા નામે ઓળખાતા સિધ્‍ધરાજસિંહજી કે. જાડેજાને મિત્ર-વર્તુળ, શુભેચ્‍છકો અને સૌરાષ્‍ટ્ર-ગુજરાતનાં ધારાશાષાીઓ તરફથી તેમના મો. ૯૮ર૪૦ ૯૪ર૧૯ ઉપર જન્‍મદિવસે શુભેચ્‍છા સાથે શુભકામના ઉપર પાઠવી રહેલ છે.

(1:47 pm IST)