Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

બ્રહ્મ સમાજના અગ્રણી દિગંતભાઇ પંચોલીનો જન્મ દિવસ

ભાવનગર તા. રપ :.. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના શહેર ઉપપ્રમુખ, પોલીસ પોથી પરીવારના જીલ્લા ઉપપ્રમુખ અને બ્રહ્મ સમાજના અગ્રણી એવા દિગંતભાઇ એન. પંચોલીનો આજે જન્મ દિવસ છે.

દિગંતભાઇ આજે જીવનના ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. મેકસ લાઇફ કંપનીમાં 'હેડ ઓફ ઓપરેશન્સ' તરીકે ફરજ બજાવવા ઉપરાંત તેઓ સમાજ સેવા ને લગતી ઘણી બધી પ્રવૃતિઓમાં કાર્યરત છે. આ સિવાય તેઓ વિવિધ રચનાત્મક સંસ્થાઓમાં જુદા જુદા હોદાઓ ઉપર સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ તેમનો જન્મ દિવસ સાદાઇથી જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ બાળકોને ફુટ તેમજ મિઠાઇ વહેચી ને કરશે. (મો. નં. ૯૩૭પ૯ ૦૯૦૯૦) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(12:32 pm IST)