Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પ્રમાણિકતા, નિષ્‍ઠા, ફરજનિષ્‍ઠ અધિકારી તરીકે નામના મેળવનાર

એ.એસ.ખંધારનો આજે જન્‍મ દિવસઃ ૬૫ વર્ષ પૂરા કર્યા

રાજકોટ : સહકાર ખાતામાં વિવિધ પદો ઉપર ફરજ બજાવી નિવૃત્ત થયેલા એ.એસ.ખંધારનો આજે જન્‍મ દિવસ છે. આજે તેઓ ૬૫ વર્ષ પૂર્ણ કરી ૬૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે તેમના ઉપર શુભેચ્‍છાની વર્ષા થઇ રહી છે. એક પ્રમાણિક, ફરજનિષ્‍ઠ અને ન્‍યાયી અધિકારી તરીકે તેમણે અનેરી નામના મેળવી છે જે બીજાઓ માટે પ્રેરણા સમાન છે. તેમના પરિચયમાં આવેલો કોઇ પણ વ્‍યકિત તેમને માન - સન્‍માન - આદરથી આજે પણ નિહાળે છે.

જિલ્લા રજીસ્‍ટ્રાર પદ હોય કે પછી બોર્ડ ઓફ નોમીનીમાં ન્‍યાયધીશ હોય કે પછી આબ્રીટ્રેટર તરીકે ફરજ બજાવતા હોય તેમણે પોતાની કામગીરીથી સૌના દિલ જીતી લીધા હતા.

ન્‍યાય પ્રિયતા, પારદર્શક વહીવટ, અસરકારક અને પરિણામલક્ષી કામગીરીથી ઓળખાતા શ્રી ખંધાર પોઝીટીવ થીન્‍કીંગ, ઇકવીટી, જસ્‍ટીસ અને ગુડ કોન્‍સીયન્‍સના સિધ્‍ધાંત સાથે ચાલે છે. તેઓના લોકાભિમુખ ન્‍યાય - નિર્ણયને કારણે સમગ્ર સૌરાષ્‍ટ્ર - કચ્‍છના સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા સહકારી શ્રેષ્‍ઠીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, વ્‍યવસાયિક નિષ્‍ણાંતો, કાનૂની તજજ્ઞ વગેરે તેમની કામગીરીની છાપ, તેઓની નિડરતા, નિષ્‍પક્ષતા અને સત્‍યતા માટે આ અધિકારીને પોતાના ‘એમ્‍બેસેડર' માને છે.

તેઓના મોબાઇલ નં. ૯૪૨૮૨ ૧૦૦૦૦ ઉપર ખોબલે ખોબલે શુભેચ્‍છા મળી રહી છે.

(11:07 am IST)