Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જુનાગઢના લોકસાહિત્‍યકાર ‘‘પદ્મશ્રી'' ભીખુદાન ગઢવીનો જન્‍મદિનઃ ૭૧માં વર્ષમાં પ્રવેશ

જુનાગઢ તા.૧૯: કાઠીયાવડની ધીંગીધરાના લોકસાહિત્‍કાર અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચાડી તેને ગુંજતુ ધબકતુ રાખનાર સુવિખ્‍યાત લોકસાહિત્‍યકાર પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીનો આજે જન્‍મદિવસ છે.

જુનાગઢ ગિરીનગરમાં રહેતા ભીખુદાનભાઇ જુનાગઢ જિલ્લાના માણેકવાડાના વતની છે. તા.૧૯-૯-૧૯૪૮ના રોજ પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસેના ખીજદળ ગામે તેમનો જન્‍મ થયો હતો તેમના પિતાનું નામ ગોવિંદદાનભાઇ અને માતાનું નામ હિરબાઇબેન છે. ૧૯૬૮માં જુનાગઢ જવાહર રોડ પર શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ચોકમાં સોૈપ્રથમવાર એક ડાયરામાં જાહેર મંચના કલાકાર તરીકે ભીખુદાનભાઇ આવ્‍યા તે સમય ભજનિક સ્‍વ પ્રાણલાલ વ્‍યાસ પદ્મશ્રી દિવાળીબેન ભીલ પણ આ કાર્યક્રમમાં હતા આ બંને એ ભીખુદાનભાઇને સતત પ્રોત્‍સાહન આપ્‍યું અને પછીતો એ સતત આગળ વધતા ગયા લોકસાહિત્‍ય ક્ષેત્રે અસંખ્‍ય એવોર્ડ અને સન્‍માન મેળવનાર ભીખુદાનભાઇને સંગીત નાટય અકાદમી નવી દિલ્‍હી તરફથી ઇ.સ. ૨૦૦૯માં રાષ્‍ટ્રીય એવોર્ડ મળતા પૂ. મોરારીબાપુ, પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ઉપસ્‍થિતિમાં બહાઉદ્દીન કોલેજ જનતા દ્વારા જાહેર સન્‍માન કરાયું હતું અને ગ્રાઉન્‍ડ ટુકુ પડે તેટલી મેદની એ ભીખુદાનભાઇને ફુલડે વધાવ્‍યા હતા આજે ભીખુદાનભાઇ ૭૦ વર્ષ પુરા કરી ૭૧માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્‍યારે તેમના (મો.નં. ૯૮૨૫૨ ૨૦૬૫૮) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

 

(11:02 am IST)