Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વોર્ડ નં.૧રના કોંગી કોર્પોરેટર સંજય અજુડીયાનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧૮ : શહેરના વોર્ડ નં.૧ર કોંગ્રેસના કોર્પોરેટર સંજયભાઇ ધીરજભાઇ અજુડીયાનો આજે તા. ૧૮ના જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૪પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સંજયભાઇ રપ વર્ષથી કોંગ્રેસમાં જોડાયા છે. તેઓએ વિવિધ જવાબદારી સ઼ભાળી છે. ર૦૧પમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની પ્રથમ વખત ચૂંટણી લડયા હતાં. તેઓ જંગી મતોથી વિજેતા બન્યા હતા. સંજયભાઇ પટેલ સોશ્યલ ગ્રુપ, ક્રિષ્ના યુવા ગ્રુપ, વૃંદાવન ગરબી મંડળ સહિતની સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેઓના જન્મદિવસે મિત્રો, શુભેચ્છો આગેવાનો દ્વારા મો.નં. ૯૯૭૮૪ ૮૦૪પર ઉપર શુભેચ્છા વર્ષા વરસી રહી છે. (૮.૧પ)

લોકમેળાના ફંડમાંથી એનીમલ સંસ્થાને બે એમ્બ્યુલન્સ ફાળવતું કલેકટર તંત્ર

લોકમેળાના ફંડમાંથી કલેકટર તંત્ર દ્વારા એનીમલ્સની દવા-પશુઓની હેરફેર-લઇ જવા વિગેરે સંદર્ભે એનીમલ કમીટી-સંસ્થાને ૧૧ લાખના ખર્ચે બે એમ્બ્યુલન્સ ફાળવાઇ ટુંકમાં ખરીદ કરી અર્પણ કરાશે. (૭.ર૬)

 

(3:52 pm IST)