Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ભાજપના પ્રદેશ પ્રવકતા બાવનમાં વર્ષના દ્વારે

ભરત પંડયા, તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો હજાર..

રાજકોટ ભાજપના પ્રેદેશ પ્રવકતા ભરત બળદેવભાઇ પંડયા પર વાદલડી વરસી શુભેચ્છાના સરોવર છલી વળ્યા... આજે તેમના યશસ્વી જીવનનો વન પ્રવેશ વન્સમોર થઇ રહ્યો છે.

 

તા. ૨૩ જુન ૧૯૬૭ ના રોજ જન્મેલા શ્રી ભરત પંડયા ગુજરાતના જાહેર જીવનના સિતારા છે. યુવા કાળમાં એક દાયકા સુધી ભાજપના પદેશ કાર્યાલય મંત્રી તરીકે સેવા આપેલ રા.જ.પા. સરકારના તત્કાલીન મુખ્યમંત્રીને હરાવીને ધંધુકા મતેક્ષત્રમાંથી જાયન્ટ કીલર ધારાસભ્ય બન્યા હતા. પાર્ટીના પ્રદેશમંત્રી તરીકે પણ રહી ચુકયા છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. ભાગ્શાળી નેતા અને પ્રભાવશાળી વકતા છે. સંદર્ભો, આંકડાઓ, અવતરણો, પ્રસંગો વગેરેને આવરી લઇને  પોતાની દલીલને ચોટદાર બનાવી શકે છે. અભ્યાસ, અનુભવ અને  અવલોકનનો સંગમ તેમનામાં જોવા મળે છે.બહારો ફુલ બરસાઓ આજ ભરત પંડયા કા જન્મદિન આયા હૈ... મો. ૯૮૨૫૦ ૧૦૩૨૯ અમદાવાદ

(2:14 pm IST)