Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

કોટક સ્કુલના પ્રિન્સીપાલ ડો. માલાબેનનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૨ : કન્યા કેળવણી ભેખ ધારણ કરેલા કોટક સ્કૂલના ટ્રસ્ટીઓએ કરોડો રૂપિયાનો ખર્ચ કરી  કોટક સ્કુલને અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર પુરૂ પાડેલ છે સ્કુલનું રીઝલ્ટ ખૂબ ઉચું આવે , સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય , સ્કુલનુ નામ રોશન થાય તેવી સહ  શૈક્ષણીક  પ્રવૃતિ કરાવવાની સાથે સાથે  શિક્ષણ ઉપરાંત સંસ્કાર આપવાનું ભગીરથ કાર્ય કરી રહેલા કોટક સ્કુલના પ્રિન્સીપાલ ડો. માલાબેન કુંડલીયાના જન્મદિન નિમિત્તે સ્કુલમા જ ઉછેરેલા ફુલ - છોડનો જ પુષ્પગુચ્છ અર્પણ કરી સમગ્ર સ્કુલવૃતિ ધોરણ-૧૧ સાયન્સની છાત્રાઓએ મેડમને  અભિનંદન પાઠવેલ છાત્રાઓની સાથે વિજ્ઞાન શિક્ષક અશ્વિન ભુવા પણ જોડાયા હતા.

(3:58 pm IST)