Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ન્યુએરા લાફિંગ કલબના કન્વીનર અરવિંદ વોરાનો કાલે જન્મદિન

 રાજકોટઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત ડેપ્યુટી મેનેજર અને લાફિંગ કલબ રાજકોટ ડીસ્ટ્રીકટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટિના જનરલ સેક્રેટરી એવા દશા શ્રીમાળી વોરા કુંટુબમાંથી આવતા અરવિંદ વોરાનો આવતીકાલે તા.૨૩ના જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૬૯ વર્ષ પુરા કરી ૭૦માં વર્ષમાં પ્રવેશ કરશે.

 તેઓએ પારસ સ્થાનક જૈન મિત્ર  મંડળ, ગીતગુર્જરી રાજકોટના ઉપાશ્રયના સેક્રેટરી તરીકે ત્રણ વર્ષ, સ્ટેટ બેંકની સ્પેશ્યલ સર્વિસ તરીકે ત્રણ વર્ષ બેંક મેનેજર્સ કલબ રાજકોટ યુનીટના સેક્રેટરી  તરીકે ત્રણ વર્ષ બેંકની સ્પેશયલ સર્વિસ વીંગ રાજકોટ યુનીટના સેક્રેટરી તરીકે ત્રણ વર્ષ, ગાંધીનગર સ્થાનકવાસી જેૈન સંઘના સહમંત્રી તરીકે બે વર્ષ  અને આત્મહત્યા નિવારણ સંસ્થા '' સાથ'' અમદાવાદના વોલન્ટીયર તરીકે બે વર્ષ સેવા બજાવેલ છે.

 અરવિંદ વોરા તેમના જન્મદિન નિમિતે પોતે અભ્યાસ કરેલ શાળામાં (કિશોરસિંહજી પ્રાથમિકશાળા નં.૧, કોઠારીયાનાકા)માં ફુલો નહિ તો ફુલની પાંખડી રૂપે શાળાના વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુનું વિતરણ કરશે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી હેલ્પીંગ હેન્ડના નેજા હેઠળ સીનીયર સીટીજન્સને નિઃશુલ્ક આવકવેરા અને વસીયતનામા વિશે દર રવિવારે માર્ગદર્શન આપે છે. કાલે સવારે ૬:૩૦ વાગ્યે ન્યુએરા સ્કુલમાં લાફિંગ કલબના સભ્યો દ્વારા ખડખડાટ હસી તેમને શુભેચ્છા પાઠવશે (મો.૯૪૨૬૮ ૪૯૭૧૮)

(3:59 pm IST)