Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાનો આવતીકાલે રવિવારે જન્મ દિવસ

રાજકોટ : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ હોમગાર્ડ)નો આવતીકાલે જન્મ દિવસ છે.

તેઓ હાલ રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતાના અંગત મદદનીશ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા છે.  ગજુભાના નેતૃત્વમાં પવનપુત્ર ચોક બગીચા કપાત, મહિલા પીએસઆઇ ની ભરતી કૌભાંડ જેવા પ્રશ્ને રજૂઆતો, ધરણા, આંદોલનો કર્યા છે.  ૪૯ વખત સ્વૈચ્છીક રકતદાન કરી ચૂકયા છે. જસાણી કોલેજના પૂર્વ જી. એસ. કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ, રાજકોટ શહેર-જિલ્લા વાલી મહામંડળમાં ઉપપ્રમુખ શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, યુથ ફોર ડેમોક્રેસીમાં સેવા આપી રહ્યા છે. તેઓનાં જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ તેઓને મો.૯૪ર૬ર ર૯૩૯૬ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:50 pm IST)