Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કુકાવાવનું સુર્યપ્રતાપગઢ જન્મભૂમિ,રાજકોટ કર્મભૂમિ

વાણીની વિદ્વતા અને માધુર્યનો સંગમ કથાકાર ઘનશ્યામદાસબાપુઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ જેની વાણીમાં વિદ્વતા સાથે મધુરપનો સંગમ છે એવા સુવિખ્યાત કથાકાર શ્રી નિરંજની ઘનશ્યામદાસબાપુ માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. આજે તેમના દિવ્ય જીવનતા પ૯માં વર્ષનું પ્રથમ પ્રભાત ઉગ્યું છે. (જન્મ તા.રર ફેબ્રુઆરી ૧૯૬ર)

શ્રી ઘનશ્યામદાસબાપુ મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામના વતની છે. તેઓ શ્રીમદ ભાગવત, રામાયણ વગેરેના લોકપ્રિય કથાકાર છે. સંગીતની સુરાવલીઓ સાથે હદયમાંથી ઉઠેલી વાતને શ્રોતાઓના હદય સુધી પહોંચાડી શકે છે. કથાની સાથે સમાજ જીવનને સ્પર્શતા વિષયોને આવરી લઇને લોકશિક્ષણનું ઉતમકાર્ય પણ કરી રહયા છે.મો.૯૮રપપ ૬૪૬૯૩. રાજકોટ.

(11:39 am IST)