Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પૂર્વ કોર્પોરેટર પોપટભાઇ ટોળીયા જન્મદિવસ : ૫૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : પૂર્વ  કોર્પોરેટર પોપટભાઇ ટોળીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં મંગલમય પ્રવેશ કર્યો છે. તેઓ યુવાની થી જ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા હોય, સામા કાંઠે જુના વોર્ડ નં. ૭ના વોર્ડપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. ૨૦૦૫ થી ૨૦૧૦ની ટર્મમાં જુના વોર્ડનં. ૭ના કોર્પોરેટર, એસ.ટી સલાહકાર સમિતિના સદસ્ય તરીકે તેમજ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડીરેકટર તરીકે તથા રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલ છે. માલધારી યુવા પરિષદના પ્રમુખ, ગોપનંદન ગ્રુપના માર્ગદર્શક, સમાજના સમૂહ લગ્ન પ્રસંગો સમાજના શૈક્ષણિક પ્રશ્નોમાં સેવા આપી રહયા છે.  તેમના મો. ૯૮૨૪૫૧૯૧૦૧ ઉપર શુભેચ્છા વષા થઇ રહી છે.

(12:39 pm IST)