Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

વીજતંત્રના ચીફ ઇજનેર કોઠારીનો પ૯માં વર્ષમાં પ્રવેશઃ શુભકામનાનો ધોધ

રાજકોટ તા. ૧૮ : પી.જી.વી.સી.એલ.ના ચીફ એન્જિનિયર (મટિરિયલ) શ્રી એચ.પી.કોઠારી આજે જીવનયાત્રાના પ૮ વર્ષનો માઇલસ્ટોન વટાવીને પ૯માં પ્રવેશ્યા છ.ે ૧૯૮૪ થી તે સમયના જી.ઇ.બી.માં જુનિયર ઇજનેર તરીકે હોદ્દો સાંભળ્યા બાદ નાયબ ઇજનેર, કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેર, વિશેષ મુખ્ય ઇજનેર અને ત્યારબાદ મુખ્ય ઇજનેર તરીકેની વિવિધ કામગીરી સુપેરે બજાવીને કર્મચારીગણ, અધિકારીઓ તેમજ સંલગ્ન તમામનો બહોળો પ્રેમ તેમણે પ્રાપ્ત કયો ર્છે.

આજે તેમના જન્મદિવસ નિમિતે ઠેરઠેરથી શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે. આવનારા ઉજજવળ વર્ષો માટે તેમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ (મો.૯૯રપર ૧૦ર૧પ)

(3:39 pm IST)