Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

યુથ કોંગ્રેસના મહામંત્રી બ્રહ્મસમાજના અગ્રણી યજ્ઞેશ દવેનો કાલે જન્‍મદિન

રાજકોટઃ શહેર યુથ કોંગ્રેસના મહામંત્રી એવા યજ્ઞેશ દવેનો આવતીકાલે જન્‍મદિવસ છે. તેઓ પડધરી તાલુકા કોંગ્રેસમાં પણ સક્રિય કામગીરી કરી રહ્યા છે. તેઓ બ્રહ્મસમાજમાં પણ બહોળી નામના ધરાવે છે. તેઓ બ્રહ્મસંગમ સામાજિક સંસ્‍થા સાથે જોડાયેલા છે. યજ્ઞેશભાઇ મેડિકલ ક્ષેત્રે કામગીરી કરી રહેલો હોવાથી અનેક નામાંકિત તબીબોનું બહોળું મિત્રવર્તુળ પણ ધરાવે છે. જન્‍મદિનની પૂર્વસંધ્‍યાએ જ તેઓને મો. ૮૭૩૩૯ ૩૦૩૦૩ ઉપર મિત્રવર્તુળો તેમજ સગાસ્‍નેહી તરફથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:25 pm IST)