Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

પૂર્વ સાંસદ અને વાંકાનેર એજયુકેશન સોસાયટીના પ્રમુખ લલિતભાઇ મહેતાનો જન્‍મદિન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩૦ : પૂર્વ સાંસદ લલિતભાઇ મહેતાનો આજે જન્‍મ દિન છે. વાંકાનેર એજયુકેશન સોસાયટીના પ્રમુખ તરીકે શિશુ મંદિરથી ઉચ્‍ચતર માધ્‍યમિક સામાન્‍ય પ્રવાહની ૩ શાળાઓ, ડો. આંબેડકર ઓપન યુનિવર્સિટીના કેન્‍દ્ર તરીકે આર્ટસ-કોમર્સ કોલેજની સંસ્‍થા તથા બી.સી.એ.ની કોલેજનું સંચાલન કરી રહ્યા છે એ જ રીતે વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં અભ્‍યાસ કાર્યમાં સેવા આપે છે.
તેમની આગેવાનીમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખપણા હેઠળ ચાલતી આંખની હોસ્‍પિટલમાં વર્ષ ૩૦૦૦૦ દર્દીઓની તપાસ સારવાર અને ૩૦૦૦ ઓપરેશન થાય છે. ઓકટોબર માસથી શરૂ કરી નવા ૭ સુપર સ્‍પેશીયાલીટી વિભાગો શરૂ કરવાની યોજના બનાવી છે. ખોડીયાર ગૌસેવા, ટ્રસ્‍ટ, યુવા સંગઠ્ઠના ટ્રસ્‍ટ, વાંકાનેર માનવ સેવા ટ્રસ્‍ટ, વાંકાનેર તાલુકા રિલીફ કમીટી તથા વિશાશ્રીમાળી તપગચ્‍છ જૈન સંઘના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. વાંકાનેરના જૈન દેરાસરમાં વાંકાનેરના પનોતા પુત્ર આચાર્ય ભગવંત નીતિસૂરીશ્વરજી દાદાની શિખરબંધ દેરી, આભૂષણો માટે રૂમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રૂપિયા ૭૩ લાખની ગ્રાન્‍ટ મંજૂર કરાવી, હાથ ધરેલ છે. નેક એક્રેડીટેડ, રાજકોટની વીવીપી એન્‍જીનીયરીંગ કોલેજ તથા આર્કીટેકચર કોલેજોના મેનેજીંગ ટ્રસ્‍ટી તથા રાજકોટ નાગરીક સહકારી બેન્‍કના બોર્ડમાં કાયમી નિમંત્રીત સભ્‍ય તરીકે કાર્યરત છે.
વાંકાનેર એજયુકેશન સોસાયટી દ્વારા વાંકાનેરને મહિલા કોમર્સ કોલેજ માટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા મંજૂરી મળે તેવા પ્રયત્‍નો ચાલે છે. ભારતીય જનતા પાર્ટીમાં અગત્‍યના પ્રસંગોએ હાજરી આપે છે. મો. નં. ૬૩પપ૮ ૬પ૦પપ, ૯૪ર૮ર ૦પપપપ.

 

(11:33 am IST)