Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

હર્ષદ વોરાના જીવનના વધુ એક નૂતન વર્ષનો પ્રારંભ

અધિક કલેકટર પર પ્રભુની અધિક કૃપા

રાજકોટ : ગુજરાત રાજ્‍ય વાહન વ્‍યવહાર કમિશનર કચેરીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી હર્ષદ વોરાનો જન્‍મ તા. ૩૦ જુલાઇ ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની છે.

અધિક કલેકટર શ્રી હર્ષદ વોરા અગાઉ કચ્‍છમાં આર.ટી.ઓ.માં મુખ્‍ય અધિકારી અને કાર્યકારી જિલ્લા પુરવઠા અધિકારી, વીરમગામ, પાટણ અને ગોધરામાં પ્રાંત અધિકારી, રાજકોટ, મહેસાણા અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. તેઓ કહે છે મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્‍ય રહે...

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૩૬૬, મો. ૯૯૭૮૪ ૮૫૦૧૮ ગાંધીનગર

(10:55 am IST)