Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જતિન સંઘાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ સેફ સોલ્યુશન્સ નામે સી.સી.ટી.વી. અને ઈલેકટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલા જતીન સંઘાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજકોટ મહાનગર સહમંત્રી તથા આંદોલન ઈન્ચાર્જ તરીકે સેવા આપી રહ્યા છે. ભા.જ.પ.માં રાજકોટ શહેર આઈ.ટી.સેલના સહકન્વીનર રહ્યા છે,  અને હાલ મિડીયા સેલમાં જવાબદારી સંભાળી રહ્યા છે. સૌરાષ્ટ્ર સિકયોરિટી એન્ડ સર્વેલન્સ એસોશિયેશનના સ્થાપક મંત્રી હાલ ખજાનચી અને જૈન જાગૃતિ મિડટાઉનના સ્થાપક મંત્રી પણ છે. જીવનના ૪૦માં વર્ષમાં પ્રવેશી રહેલા જતિનભાઈને નિતીનભાઈ ભારદ્વાજ,  ભા. જ. પ. શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી,  એ. પી. આર. ઓ. ટુ સી. એમ. હિતેષભાઈ પંડ્યા,  શ્રી નિરજભાઈ  પાઠક અને શ્રી તેજસભાઈ  ભટ્ટી સીસીટીવી એસોસીએશનના પ્રમુખ સુનીલભાઈ શાહ, કોમ્પ્યુટર એસો.ના પ્રમુખ કેતનભાઈ દોશી એ શુભેચ્છા પાઠવી છે. મો.(૯૨૨૭૪૦૦૮૮૭)

(3:46 pm IST)