Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રેલ્વે મઝદુર સંઘના ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાનો ૫૪મો જન્મ દિવસઃ ચારેકોરથી અભિનંદન વર્ષા

રાજકોટ, તા. ૨૦ :. વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘના ડિવીઝનલ સેક્રેટરી અને આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી મઝદુર સંઘ-મુંબઈ શ્રી હિરેન બી. મહેતાનો આજે ૫૪મો જન્મ દિવસ છે. રેલ્વેમાં સ્પોર્ટસ કવોટા હેઠળ જોડાયેલા હિરેન મહેતાએ યુવાવસ્થાથી જ રેલ્વેના કર્મચારીઓના પ્રશ્ને રસ લેવાનંુ શરૂ કર્યુ હતુ અને રેલ્વે મઝદુર સંઘ સાથે જોડાયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારીઓના પ્રશ્ને રેલતંત્ર સમક્ષ રજૂઆતો અને આંદોલન કરી કર્મચારીઓના ઉત્કર્ષ માટે સતત જાગૃત રહેતા હિરેન મહેતા ઉપર જન્મ દિવસની શુભેચ્છા ચારેકોરથી વરસી રહી છે. (મો. ૯૪૨૬૧ ૬૫૨૮૩)

(1:12 pm IST)