Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજનો જન્મદિન

રાજકોટ : દાહોદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજનો જન્મ તા. ર૦ સપ્ટેમ્બર ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૧ માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ અગાઉ પાટણમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, વડોદરાના સાવલીમાં મદદનિશ કલેકટર અને છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. મુળ ઝારખંડના પાલ જિલ્લાના ભીલાસ ગામના વતની અને ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના  અધિકારી છે. 

ફોન નં. ૦ર૬૭૩ ર૩૯૦૬૬ મો. ૯૯૭૮૪ ૦૬ર૩ર દાહોદ

(11:25 am IST)