Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

યમલ વ્યાસ વ્યકિત એક, વિશેષતા અનેકઃ હેપ્પી બર્થડે

રાજકોટ : અમદાવાદના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને જાહેર જીવનના માનવંતા મોભીશ્રી યમલ વ્યાસ આજે વાઇબ્રન્ટ જીવનના ૬રમાં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે તેઓ દાયકાઓથી ભાજપના રંગે રંગાયેલા છે. સાર્વજનિક જીવન કી શાન, કમલ નિશાન...

શ્રી યમલ વ્યાસ ભૂતકાળમાં રાજયના ત્રીજા નાણાપંચના પુર્ણકાલીન સભ્ય અને પ્રદેશ ભાજપ મીડિયા સેલના સંયોજક પદે રહી ચુકયા છે. ચૂંટણીઓ સહિતના પ્રસંગોમાં  ટીવી ચેનલોની લાઇવ ચર્ચા અને અખબારી ઇન્ટરવ્યુમાં તેમણે પોતાનું કૌશલ્ય સિધ્ધ કર્યુ છે. શેરબજારના અભ્યાસુ છે. ઉત્તમ લેખક અને પ્રભાવશાળી વકતા છે. તેઓ મન ભરીને જીવવામાં માને છે, મનમાં ભરીને નહિ! વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના. મો. નં. ૯૮રપ૩ ૧૧૭૭૭ અમદાવાદ.

(12:02 pm IST)