Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જુનાગઢના લોકસાહિત્યકાર 'પદ્મશ્રી' ભીખુદાનભાઇ ગઢવીનો જન્મદિવસ

જુનાગઢ, તા. ૧૯: જુનાગઢના લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીનો આજે ૭રમો જન્મ દિવસ છે.

કુતિયાણા તાલુકાના ખીજદળ ગામે ૧૯-૯-૧૯૪૮ના રોજ ચારણ પરિવારના ગોવિંદભાઇ અને હિરબાઇબેનને ત્યાં જન્મેલ ભીખુદાનભાઇ ૧૯ વર્ષની નાની ઉંમરે લોકસાહિત્ય ક્ષેત્રે કારકીર્દીનો પ્રારંભ કરી જુનાગઢના જવાહર રોડ ખાતે ૧૯૬૮માં લોકડાયરામાં સૌપ્રથમ સ્ટેજ પ્રોગામ આપેલ જેમાં સ્વ. પદ્મશ્રી દિવાળીબેન ભીલ સ્વ. પ્રાણલાલ વ્યાસ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં અને ભીખુદાનભાઇને કલાક્ષેત્રે સાથ સહકાર આપેલ અને ભીખુદાનભાઇએ લોકસાહિત્યને દેશ-વિદેશની ધરતી પર ગુંજતુ કરી સોરઠને ગૌરવ અપાવેલ અને છેલ્લા પાંચ દાયકા દરમ્યાન ભીખુદાનભાઇ અનેક સ્ટેજ પ્રોગામ આપી ચૂકયા છે. તેમજ તેમના લોકસાહિત્યના કદરરૂપે અસંખ્ય એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા છે.

જેમાં સંગીત નાટય અકાદમી ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર તેમજ રવિશંકર મહારાજ એવોર્ડ તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર અને ર૦૧૬માં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે ભીખુદાનભાઇ ગઢવીને સર્વોચ્ચ સન્માન એવો પદ્મશ્રી એવોર્ડથી સન્માન મેળવનાર ભીખુદાનભાઇ ગઢવી આજે ૭૧ વર્ષ પૂરા કરી ૭રમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના શુભેચ્છકો તેમના મો.નં. ૯૮રપર ર૦૬પ૮ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે. (૮.૯)

(11:25 am IST)