Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓ.બી.સી. ખાતાના મહામંત્રી કમરૂભાઇનો જન્મ દિવસ

રાજકોટ તા. ર૦ :.. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં ઓ. બી. સી. ડીપામેન્ટનાં મહામંત્રીશ્રી કમરૂભાઇ ઘેલાભાઇ ભાયાણી, પોતાનાં આયુશનાં પ૧ વર્ષ પુરા પર વર્ષમાં આજરોજ મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

શ્રી કમરૂભાઇ ભાયાણી રાજકોટ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખશ્રી જશવંતસિંહ ભટ્ટી, આગેવાની હેઠળ રાજકોટની જનતાના પ્રશ્નોને વાંચ આપવા તપ્પર રહયા છે. તેમજ આંદોલનોના કાર્યક્રમ પોતાની મહત્વની ભૂમિકા ભજવી છે.

શ્રી કમરૂભાઇ ભાયાણી કોંગ્રેસનાં સંગઠન મંત્રી રહી ચૂકયા છે. તેમજ રાજકોટ શહેર કોંગ્રેસનાં સંગઠન મંત્રી તરીકે ફરજ બજાવેલ હતી.

તેમજ પોતાની જ્ઞાતિનાં રાજકોટ શહેર મીર જ્ઞાતિનાં પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેમજ મીર સમાજનાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે.

વધુમાં જણાવાનું કે રાજકોટ શહેરની પ્રજાજનો જેમ કે પાણી પ્રશ્નો, રોડ રસ્તા, પ્રશનો, સાફ સફાઇ પ્રશ્નો, લાઇટીંગનો પ્રશ્નો હંમેશા અગ્રતા આપી પ્રશ્નોને વાંચા આપી રહ્યાં છે. તેમજ ધાર્મિક, કાર્યક્રમોમાં પોતાનો સિંહ ફાળો. તેમજ બ્લડ ડોનેશનનાં કાર્યક્રમો આપી રહ્યા છે.

હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડીપામેન્ટનાં મહામંત્રી તરીકે ફરજ બજાવે છે. આજે તેઓના જન્મ દિવસ રાજકોટના પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઇ ચાવડા, પરેશભાઇ ધાનાણી, ઘનશ્યામભાઇ ગઢવી, હાર્દિકભાઇ પટેલ, જશવંતસિંહ ભટ્ટી, અશોકભાઇ ડાંગર, ભાનુબેન સોરાણી, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, આમદભાઇ જીદાણી, ભુપતસિંહ રાઠોડ, મેરામભાઇ ચૌહાણ, ઉકાભાઇ લાવડીયા, જીજ્ઞેશભાઇ સભાડ, ઇબ્રાહીમ સોરા, તથા તમામ કોર્પોરેટરશ્રી, વોર્ડ પ્રમુખો શહેરનાં હોદેદારો તથા કાર્યકરો તેઓના મો.  ૯૭ર૬૦ રપપપ૮ ઉપર શુભેચ્છા રહ્યા છે.

(3:16 pm IST)