Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સુરેન્દ્રનગરના યુવા પત્રકાર ફઝલભાઇ ચૌહાણનો જન્મદિન

વઢવાણ : સુરેન્દ્રનગરના પત્રકાર ફારૂકભાઇ ચૌહાણના પુત્રનો યુવા પત્રકાર ફઝલભાઇ ચૌહાણનો કાલે જન્મ દિવસ છે. રવિવાર તા. ૧૮ ના રોજ રર વર્ષ પુર્ણ કરી અને ર૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.

જુનવાણી પેઢીના અખબારી એજન્ટ બાબુલાલ ચૌહાણ તેમજ ફારૂકભાઇ ચૌહાણ અંજુમનબેન ચૌહાણ તેમજ શબનમ ચૌહાણ અશે સહિતના પરિવારજનો દ્વારા ખુદાતાલા પાસે દુઆ કરી અને તેના જીવનકાળમાં તંદુરસ્તી અને સ્વસ્થ આરોગ્ય રહે તેવી દુઆ કરવામાં આવી છે.

ફઝલભાઇ ચૌહાણ બી.કોમ. સુધી અભ્યાસ કરી નાની ઉમરમાં જ પત્રકારત્વ ક્ષેત્રમાં જોડાઇ અને સાંજ સમાચાર, અકિલા, અબતક, ગુજરાત ટૂડે તેમજ પબ્લીક એપ સહિતની કામગીરી કરી અને લોક પ્રશ્ને વાચા આપી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાંથી તેમને સંતો-મહંતો ધર્મગુરૂઓ, સરકારી અધિકારીઓ, વેપારીઓ તેમજ પત્રકાર મિત્રો દ્વારા આ જન્મ દિવસની એડવાન્સ શુભકામના વરસી રહી છે.

(11:36 am IST)