Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વિવેક હીરાણીનો આજે જન્મદિવસ

સોરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, બિઝનેસમેન અને હીરાણી કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ઉપર વરસતી શુભેચ્છાઓ

રાજકોટ, તા.૨૬: રાજકોટના યુવા અગ્રણી વિવેક હીરાણી આજરોજ પોતાના યશસ્વી જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચૂંટણીમાં પરફોર્મિંગ આર્ટસ વિભાગમાંથી બિનહરીફ ચૂંટાયેલ સભ્ય છે. સેનેટમાં સૌથી નાની વયના સેનેટર તરીકે સરાહનીય કામગીરી ઉપરાંત વિવેક હિરાણી વિવિધ ક્ષેત્રો જેવા કે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અર્જુનલાલ હિરાણી જનકલ્યાણ ટ્રસટ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મહર્ષિ કશ્યપ ચેરીટેબલ ટ્રસ્ટ, મેનેજીંગ ટ્રસ્ટી વી. એચ. ગ્રુપ ઇન્ટરનેશનલ અને નૂતન પ્રભાત સપ્તાહિકના તંત્રી તરીકેની ફરજ પણ સફળતાપૂર્વક બજાવી રહ્યા છે. નાની ઉમરે સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગવું નામ રોશન કરનાર વિવેક હિરાણી (મો.૯૮રપર૩૬૩૬૬) પર સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ, સામાજિક અને રાજકીય આગેવાનો વિગેરે શુભેચ્છાનો ધોધ વર્ષાવી રહ્યા છે.

(3:03 pm IST)