Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદીનો આજે જન્મદિવસ

 

રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઇ આજે તા. ર૬ જુલાઇના જન્મદિવસ છે. યુવા વિદ્યાર્થી કાળથી જ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ યુવક કોંગ્રેસના મહામંત્રી રાજકોટ યુવક કોંગ્રેસ પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી ગુજરાત કોંગ્રેસ કેમ્પેઇન કમિટી સદસ્ય, મહાનરગપાલિકા શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી, પૂર્વ ડેલીગેટ તેમજ અલગ અલગ જીલ્લા શહેરના નિરીક્ષક અને પ્રભારીની જવાબદારીઓ સારી રીતે નીમાવી ચુકયા છે.

તેઓએ ડિપ્લોમાં ઇન સિવિલ ઇન્જીનીયર અને બી.ટેક સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ વ્યવસાયે કન્સ્લ્ટીંગ ઇજનેર અને વેલ્યુઅર છોે. આ ઉપરાંત પ્રદીપભાઇ  વિશ્વ ભારતી પરીષદના કન્વીનર અને લોકનીધિ શરાફી સહકારી મંડળી સહિતના સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે તેમના જન્મદિવસે રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ શુભેચ્છકો, મીત્રો, પરિવારજનો સહિતના (મો. ૯૮૯૮૧ ૩૩૩૩૩) પર શુભેચ્છાનો ઘોઘ વરસાવી રહ્યા છે.

(3:02 pm IST)