Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

લીંબડી રાજગોર સમાજના સેવાભાવી રતીભાઇનો જન્મદિન

જુનાગઢઃ લીંબડી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી રતીભાઇ મહેતાનો આજે ૭૦મો જન્મદિવસ છે.

સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા રતીભાઇ મુંબઇની કાઠી રાજગોર ચેનલના સંચાલક ધર્મેશભાઇ તેરૈયા સાથે જોડાઇ સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજગોર સમાજના યોજાતા કાર્યક્રમો તેમના રાજગોર સમાજ માટે વોટસએપ ગૃપ બનાવ્યા છે જેનું રાજગોરનો વડલો નામ અપાયું છે. તેઓને જન્મ દિન નિમીતે મો.નં. ૯૪ર૯૦ પ૧૭૧૬ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહયા છે.

(12:58 pm IST)
  • દેશના બીજા નંબર સ્ટોક એક્સચેન્જ એનએસસીમાં મોટો ફોલ્ટ : દેશભરમાં શેરોના કામકાજ ઠપ્પ : હજારો બ્રોકરોને અસર : આજે સવારે ૧૧:૪૦ કલાકે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મોટો ટેકનીકલ ફોલ્ટ થતાં આ શેરબજાર બંધ કરી દેવાયુ છે : ઉચ્ચ અધિકારીઓ આ ફોલ્ટ માટે દોડી ગયા છે : એનએસસીમાં ફયુચર અને ડે ટુ ડે સોદા તથા ડિલીવરી કામકાજા બંધ થઈ જતાં દેશભરના હજારો બ્રોકરો અને લાખો ગ્રાહકોને મોટી અસર થઈ છે : સોદા અટકી પડતા દેકારો બોલી ગયો છે : મુંબઈ શેર બજાર રેગ્યુલર ચાલુ હોવાનું અધિકારી વર્તુળોએ જણાવ્યુ હતું access_time 12:00 pm IST

  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST