Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કુકાવાવનું સુર્યપ્રકાશગઢ જન્મભૂમિ, રાજકોટ કર્મભૂમિ

જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા કથાકાર ઘનશ્યામબાપુ નિરંજની

રાજકોટ : સુપ્રસિધ્ધ કથાકાર શ્રી ઘનશ્યામદાસજીબાપુ નિરંજનીનો જન્મ તા.૨૨ ફેબ્રુઆરી ૧૯૬૨ના દિવસે થયેલ. ૬૦માં વર્ષમાં પ્રવેશ નિમિતે ગઇકાલથી શરૂ થયેલ શુભેચ્છા વર્ષા આજે પણ ચાલુ છે તેઓ મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના સુર્યપ્રકાશગઢ ગામના વતની છે. શ્રીમદ ભાગવત રામાયણ વગેરેના  વકતા છે. મૂળ કથા વસ્તુ સાથે વર્તમાન ને સાંકળી લઇને લોકશિક્ષણનું ઉત્કૃષ્ટ કાર્યકરી રહ્યા છે. જ્ઞાનવાણી અને ભકિત ગીતોની આગવી શૈલીથી પ્રસ્તુતિ કરી શકે છે. મો. : ૯૮૨૫૫ ૬૪૬૯૩ રાજકોટ.

(11:43 am IST)
  • મધ્યપ્રદેશમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધાના કેટલાક કલાકો બાદ મહિલાનું મોત : બડવાની જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગની 60 વર્ષીય મહિલા કર્મચારીનું રાશિનો બીજો ડોઝ લીધા બાદ મોત : જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ access_time 12:29 am IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST