Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગોંડલના યુવા પત્રકાર વિશ્વાસ ભોજાણીનો આજે જન્મદિવસ

ગોંડલ : પીઢ પત્રકાર મહેશભાઈ ભોજાણીના પુત્ર  વિશ્વાસભાઈ મહેશભાઈ ભોજાણીનો આજે જન્મદિવસ છે. તા. ૧૯/૦૨/૧૯૮૮ ના રોજ જન્મેલ વિશ્વાસ ભોજાણી તેમની જીવન યાત્રા ના ૩૨ વર્ષ પુરા કરી ૩૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ભોજાણી ન્યૂઝ સોશ્યિલ મીડિયા સાથે સંકળાયેલા તેમજ ઇલેકટ્રોનિક મીડિયામાં મંતવ્ય ન્યૂઝમાં જોડાયેલા છે  તેમજ ધાર્મીક તેમજ સામાજીક કાર્યો સાથે સંકળાયેલા  યુવા પત્રકારને બહોળો મિત્ર વર્ગ સહિત શુભેચ્છકો જન્મ દિવસની શુભકામના   મો.૯૮૨૫૨ ૫૪૧૧૧ ઉપર પાઠવી રહ્યા છે.

(11:26 am IST)
  • દેશના બીજા નંબર સ્ટોક એક્સચેન્જ એનએસસીમાં મોટો ફોલ્ટ : દેશભરમાં શેરોના કામકાજ ઠપ્પ : હજારો બ્રોકરોને અસર : આજે સવારે ૧૧:૪૦ કલાકે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મોટો ટેકનીકલ ફોલ્ટ થતાં આ શેરબજાર બંધ કરી દેવાયુ છે : ઉચ્ચ અધિકારીઓ આ ફોલ્ટ માટે દોડી ગયા છે : એનએસસીમાં ફયુચર અને ડે ટુ ડે સોદા તથા ડિલીવરી કામકાજા બંધ થઈ જતાં દેશભરના હજારો બ્રોકરો અને લાખો ગ્રાહકોને મોટી અસર થઈ છે : સોદા અટકી પડતા દેકારો બોલી ગયો છે : મુંબઈ શેર બજાર રેગ્યુલર ચાલુ હોવાનું અધિકારી વર્તુળોએ જણાવ્યુ હતું access_time 12:00 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST