Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડનો આજે જન્મ દિવસ

રાજકોટઃ શહેર ભાજપના ઉપપ્રમુખ અને શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડનો આજે જન્મદિવસ છે તેઓ શહેર ભાજપ મંત્રી તરીકેની જવાબદારી નીભાવી રહ્યા છે. જુના વોર્ડ નં.૧૪ના યુવા મોરચાના મહામંત્રી, શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી તેમજ ગત ટર્મમાં શહેર ભાજપ મંત્રી તરીકેની જવાબદારી સંભાળેલ છે  મહેશભાઇના બહેન ભાનુબેન બાબરીયા વિધાનસભા-૭૧માં બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે અને હાલમાં રાષ્ટ્રીય અનુસુચિત જાતિ મોરચાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના માતુશ્રી અમૃતબેન, ધર્મપત્ની તૃષાબહેન, પુત્ર સુજલ, ભત્રીજા વિશ્વાસ અને વિકાસ, ભાણેજ કાજલ, જેમીન, ક્રીષ્ના સહિતનાએ મો.૯૮ર૪પ ૦૦૩૪પ ઉપર શુભેચ્છાઓ પાઠવી છે.

(4:21 pm IST)