Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગીર-સોમનાથ જીલ્લાના પૂર્વ અને હાલ દાહોદના એસ.પી.હિતેશ જોઇસરનો જન્મદિન

પ્રભાસ-પાટણઃ ગીર-સોમનાથ જીલ્લાના પૂર્વ અને હાલ દાહોદ જીલ્લા પોલીસવડા હિતેશ જોઇસરનો આજે જન્મદિવસ છે.

કચ્છ માંડવી તાલુકાના નલિયા ગામે તા.૧૬-૨-૮૪ના રોજ જન્મેલા તેઓ પ્રાથમિક શિક્ષણ ગામડામાં લઇ ઉચ્ચત્તર શિક્ષણ ભૂજ અને સીવીલ સર્વિસમાં અભ્યાસ કર્યા બાદ વર્ષ ૨૦૦૬માં એલ.આઇ.સી. અધિકારી ૨૦૦૮થી ૨૦૧૧ સ્ટેટ બેંક અધિકારી અને ૨૦૧૧માં આઇ.પી.એસ પસંદગી પામ્યા - મૈસુર- હૈદરાબાદ ટ્રેનીંગ લઇ જામનગર ખાતે પ્રથમ પ્રોબેશ્નલ અધિકારી નિમાયા. એ.એસ.પી. અંકલેશ્વર અને વડોદરા ડી.સી.પી. બન્યા ત્યારબાદ ગીર-સોમનાથ જીલ્લા પોલિસ વડા તરીકે કામગીરી બજાવી.

દાહોદ જીલ્લા પોલિસ વડા તરીકે હાલ ગત વર્ષમાં કોરોના કાળમાં સ્થળાંતર થયેલ શ્રમિકોને આરસો-ભૂખ-તરસનો ભોગ ન બને તેવી તકેદારીની નોંધપાત્ર કામગીરી ઉપરાંત નાસતા ફરતા ૧૫૦૦ થી વધુ આરોપી ગુન્હેગારોને શોધી જેલ ભેગા કર્યા તો જાલોદ ગામે કોર્પોરેટરની હત્યાના આરોપીઓને માત્ર ગણત્રીના કલાકોમાં જ શોધી કેસ ઉકેલ્યો તો ઇન્દોર હાઇ-વે ઉપર વારંવાર લૂંટફાટની ઘટનાઓ બનતી હોઇ ૯ જેટલી ચેકપોસ્ટો અસરકારક કાર્યરત કરી પરિણામ મેળવ્યુ હતું. તેમના જન્મદિવસે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ મોબાઇલ નં.૯૯૨૫૦ ૩૦૮૯૯ ઉપર થઇ રહેલ છે.

(12:49 pm IST)