Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

એડવોકેટ વિમલ ડાંગરના ૩૭ માં વર્ષના દ્વારે ટકોરા : હેપી બર્થ ડે

રાજકોટ તા. ૧૬ : મુળ માળીયાના જસાપર નિવાસી અને રાજકોટને કર્મભુમિ બનાવનાર બિલ્ડર સુરેશભાઇ ડાંગરના સુપુત્ર એડવોકેટ વિમલભાઇ  ડાંગરનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૩૭ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. શહેર ભાજપ વોર્ડ નં. ૧૩ ના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળવા સાથે ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટ નાના દહીંસરાના ટ્રસ્ટી તરીકે તેમજ રાજકોટ નાગરીક બેંકમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહેલ વિમલભાઇ (મો.૯૫૧૦૭ ૭૭૦૦૭) શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય છે અને જનકલ્યાણ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. આજે તેઓને જન્મદિને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:34 am IST)